શ્રી વીસા ઓસવાળ જૈન ગુર્જર મહિલા મંડળ દ્વારા સતત ચોથા વર્ષે ગૃહિણીઓને કલાને બહાર લાવવા માટે દિપાવલી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગૃહિણીઓ ઘરે બેસીને ગૃહ ઉદ્યોગમાં અનેક ખાદ્ય વેરાયટીઓ બનાવી ગૃહ ઉદ્યોગ ચલાવી પોતાના કુટુંબને મદદ કરે છે. દિપાવલી પ્રસંગે આવી મહિલાઓને માર્કેટિંગ અપાવવા માટે મહિલા મંડળ ખાસ કાર્યક્રમ ગોઠવેલ છે તે અંતર્ગત દિપાવલી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૯ જેટલા જુદા જુદા ખાદ્ય પદાર્થોના સ્ટોલ, ઇમિટેશન, જ્વેલરી, સૌંદર્ય, પ્રસાધનો વગેરેના સ્ટોર ખોલવામાં આવ્યા છે. જેના દ્વારા ગૃહિણીઓ દિપાવલી સમયે થોડું કમાઈ લઈ પોતાના કુટુંબને મદદરૂપ બની શકશે આવા ઉમદા હેતુ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મહિલા મંડળના અધ્યક્ષ રેશ્માબેન મુકેશભાઈ ઝવેરીએ જણાવ્યું હતું. આ પ્રકારના અન્ય જ્ઞાતિઓમાં પણ મહિલાઓને મદદ કરવા માટે મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. એ સારી વાત છે કે મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને દિપાવલી સમયે ખાસ માર્કેટ મળે અને સમગ્ર વર્ષ દરમિયાન તેમને મદદ રૂપ થવા ગ્રાહકો ખરીદી કરી શકે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -