ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર જોડીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું નામ આવે છે. બંને ખરેખર મેડ ફોર ઇચઅધર લાગે છે. બંને જે રીતે એકબીજા સાથે વર્તન કરે છે તે જોઇને કોઇને પણ આ બંને પાસેથી પ્રેરણા મળી શકે છે. જોકે બંનેમાં રણવીર પોતાની લાગણી પ્રત્યે ઓપન છે…….
તાજેતરમાં જ દીપિકાએ પોતાના પતિનાં વખાણ કરતાં કહ્યું હતું કે મેં અત્યાર સુધી જે પણ સફળતા મેળવી છે તેમાં મોટેભાગે હું અને રણવીર સાથે જ હતાં. મેં જે પણ મેળવ્યું છે, તે તેના જ સહકારથી મેળવ્યું છે. અમે સાત વર્ષથી સાથે છીએ અને આટલાં વર્ષમાં રણવીરે મારા દરેક રૂપ જોયા છે. મારી કરિયરનો ખરાબ સમય પણ તેણે જોયો છે……
હું જે સમયે ડિપ્રેશનમાં હતી તે સમય પણ તેણે જોયો છે, ને આ સમયમાં તે હંમેશ મારી પડખે અડીખમ ઊભો રહ્યો છે, તેની આ જ વાત મને આકર્ષે છે. અમે આજે પણ પરસ્પર ખૂબ એક્સાઇટેડ રહીએ છીએ. હું નસીબદાર છું કે રણવીર મને મળ્યો.