જાપાનીઝ ઓટોમેકર્સ ટોયોટા અને સુઝુકી વચ્ચેની ભાગીદારીને કારણે, ઘણી કાર સમાન મોડલ છે. જેમ કે, મારુતિ સુઝુકી બલેનો અને ટોયોટા ગ્લેન્ઝા, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર, ટોયોટા ઈનોવા હાઈક્રોસ અને મારુતિ સુઝુકી ઈન્વિક્ટો. આ તમામ કાર એકસરખી દેખાય છે, પરંતુ તેમના નામ અલગ-અલગ છે. આગામી દિવસોમાં બંને કંપનીઓ સાથે મળીને અન્ય સમાન મોડલ પણ લોન્ચ કરી શકે છે. જો કે, આ દરમિયાન સુઝુકીએ સ્પષ્ટ કર્યું છે કે તે તેની ઑફરોડ એસયુવી જીમ્ની અને લોકપ્રિય હેચબેક સ્વિફ્ટ ટોયોટાને આપશે નહીં.
ટોયોટાએ તેની લાઇનઅપમાં મારુતિ સુઝુકીની જીમ્ની અને સ્વિફ્ટના રિબેજ્ડ મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે મારુતિ સુઝુકીએ ટોયોટાને આ માટે ના પાડી દીધી છે. મારુતિ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ બંને મોડલ તેના ડીએનએનો લોકપ્રિય ભાગ છે. આ કારણોસર અમે આ કારોને કોઈની સાથે શેર કરવા માંગતા નથી. જો આ કારમાં ટોયોટા બેજ હોય તો તેની લોકપ્રિયતા ઘટી શકે છે.
દર મહિને સ્વિફ્ટના 17000 યુનિટ વેચાઈ રહ્યા છે.
Toyota Lifestyle SUV મારુતિ સુઝુકી જીમનીનું પોતાનું વર્ઝન લાવવા માંગે છે કારણ કે તે ફોર્ચ્યુનરનો ઘણો સસ્તો 4×4 વિકલ્પ હોઈ શકે છે. તેની કિંમત વધારે હોવાને કારણે લોકો તેને ખરીદવામાં અચકાય છે. અન્ય પરિપ્રેક્ષ્યમાં, મારુતિ સુઝુકી ટોયોટા સાથે જિમ્ની શેર કરીને વેચાણમાં વધારો મેળવી શકે છે. કારણ કે શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ જીમનીનું વેચાણ ઘટી રહ્યું છે. સ્વિફ્ટને રિબેડ કરવા પાછળ ટોયોટાનો હેતુ વેચાણ વધારવાનો છે. દર મહિને સરેરાશ 17,000થી વધુ યુનિટ્સનું વેચાણ થઈ રહ્યું છે.