LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે 250 એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. પાત્ર ઉમેદવારો LIC હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટ lichousing.com ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે. LIC ની આ ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ 23મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજી પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અરજીની શરતો વિશે વિગતવાર માહિતી માટે સંપૂર્ણ ભરતી સૂચના તપાસવાની સલાહ આપવામાં આવે છે.
LIC HFL ભરતી 2023 ની મુખ્ય તારીખો:
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 22-12-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31-12-2023
અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 03-01-2024
પ્રવેશ પરીક્ષા તારીખ- 06-01-2024
અરજી લાયકાત:
ઉમેદવારોએ 1લી ડિસેમ્બર 2023 ના રોજ કોઈપણ પ્રવાહમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. પરંતુ આ લાયકાત 1 એપ્રિલ, 2020 પહેલાની હોવી જોઈએ નહીં.
ઉંમર મર્યાદા – 20 થી 25 વર્ષ.
અરજી ફી :
જનરલ કેટેગરી, ઓબીસી ઉમેદવારો માટે રૂ. 944. એસસી, એસટી અને મહિલા ઉમેદવારો માટે રૂ. 908. વિકલાંગો માટે રૂ. 472.
પસંદગી પ્રક્રિયા:
LIC HFL એપ્રેન્ટિસની ભરતી ઉમેદવારોની લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. એપ્રેન્ટિસ પ્રવેશ પરીક્ષામાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે જે બેંકિંગ, ફાઇનાન્સ, રોકાણ અને વીમા સાથે સંબંધિત હશે. આની સાથે કેટલાક ગણતરી અને તર્કના પ્રશ્નો, કોમ્પ્યુટર જ્ઞાન અને અંગ્રેજીને લગતા પ્રશ્નો હશે. લેખિત પરીક્ષામાંથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. આ પછી ઈન્ટરવ્યુ થશે.