બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ગયા વર્ષે #MeToo મૂવમેન્ટની ભારતમાં શરૂઆત કરી હતી. હવે, એક્ટ્રેસ બોલિવૂડમાં વર્ષો પછી કમબેક કરવા ઈચ્છે છે. તનુશ્રીએ વર્ષ 2005મા ‘આશિક બનાયા આપને’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હવે, તનુશ્રી સંજય લીલા ભણશાલી સાથે કામ કરવા ઉત્સુક છે…….તનુશ્રીએ કહ્યું હતું કે તેણે સંજય લીલા ભણશાલીની છેલ્લી કેટલીક ફિલ્મ્સ જોઈ અને તે તેને ઘણી જ પસંદ આવી હતી. તેને હંમેશાથી તેમની ફિલ્મ્સ ગમે છે. તેઓ ઘણાં જ સંવેદનશીલ છે. તેને ખ્યાલ નથી કે સંજય લીલા ભણશાલી તેની સાથે કામ કરશે કે નહીં, કારણ કે તે માત્ર ટોપ સ્ટાર્સ સાથે જ કામ કરે છે.તનુશ્રીએ ‘પદ્માવત’ના વખાણ કરતાં કહ્યું હતું કે તે એક માત્ર એવા ડિરેક્ટર છે, જે યુનિક રીતે ફિલ્મ બનાવે છે. તેમની સ્ટોરી ટેલિંગ કહેવાની રીત ગજબની છે. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેને ખ્યાલ છે કે બોલિવૂડમાં કેવી રીતે કામ થાય છે અને તેના માટે આ પ્રકારના રોલ મેળવવા એક પડકાર છે. તેને એ પણ ખ્યાલ છે કે ઘણીવાર તમને ઓડિશન આપવાની તક પણ મળતી નથી. આની પાછળ બિઝનેસ એન્ગલ પણ જોડાયો છે……..
તનુશ્રી છેલ્લાં 10 વર્ષથી અમેરિકામાં રહેતી હતી. તેથી ભારતમાં તેની કોઈ મેનેજમેન્ટ ટીમ નહોતી. તે હાલમાં પોતાના માટે એક સારો રેપ્રિઝેન્ટેશન શોધી રહી છે, જે તેના માટે સારા પ્રોજેક્ટ્સ શોધે. ઉલ્લેખનીય છે કે તનુશ્રી છેલ્લે વર્ષ 2010મા ફિલ્મ ‘અપાર્ટમેન્ટ’ ફિલ્મમાં જોવા મળી હતી.