ઘણા મહિનાઓના ડેટિંગ બાદ બોલિવૂડના ક્યૂટ કપલ સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો સંબંધ તૂટી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, સારા અને કાર્તિકે અલગ થવાનો નિર્ણય લીધો છે.સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આમ કરવા પાછળનું તેમનું કારણ પર્સનલ નહીં પરંતુ પ્રોફેશનલ છે. બંને પોતપોતાના બોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, એટલે એકબીજા માટે સમય કાઢી શકતા નથી.કાર્તિક ફિલ્મ પતિ પત્ની ઔર વોના શૂટિંગ બાદ દોસ્તાના 2ના શૂટિંગમાં વ્યસ્ત છે, તો સારા પોતાની ફિલ્મ કુલી નં. 1 માં વ્યસ્ત છે. એટલે સમય કાઢવો મુશ્કેલ છે.
બંનેએ સંબંધ જાળવી રાખવા બહુ પ્રયત્ન કર્યો. તેમણે ક્યારેય દુનિયા સામે આ વાત સંતાડી નથી કે, તેમને એકબીજા સાથે કેટલો સમય પસાર કરવો ગમે છે. ફિલ્મ પતિ પત્ની ઔર વોની શૂટિંગ દરમિયાન સારા લગભગ ત્રણ અઠવાડિયાં સુધી કાર્તિકને મળવા લખનૌ ગઈ હતી અને ત્યારબાદ તે કાર્તિકને પટૌડીમાં સ્થિત તેમના ઘરે પણ લઈ ગઈ હતી.તો કાર્તિક પણ સારાના બર્થડે પર મળવા બેંકૉગ ગયો હતો. તે સમયે સારા ત્યાં કુલી નં. 1 નું શૂટિંગ કરી રહી હતી.તાજેતરમાં જ કાર્તિકે મીડિયાને તેનો સારા સાથેનો ફોટો પાડવાની ના પાડી દીધી, તેના પરથી એવું માનવામાં આવે છે કે, બંને સંબંધો કરતાં કામ પર વધારે ધ્યાન આપવા ઇચ્છે છે.