વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લોકપ્રિય ભારતીય બ્રાન્ડ માન્યવર મોહેની જાહેરાત ખૂબ લોકપ્રિય હતી પરંતુ હવે લાગે છે કે આ બંને સ્ટાર્સ આ બ્રાન્ડની જાહેરાતમાં દેખાશે નહીં. રિપોર્ટ અનુસાર
હવે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ આ કંપનીના ચહેરા તરીકે જોવા મળશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની માન્યવરની જાહેરાત ખૂબ જ લોકપ્રિય થઈ અને તેના કારણે આ બ્રાન્ડ નવી ઉંચાઈએ પહોંચવામાં મદદ મળી હતી……નોંધનીય છે કે રણવીર સિંહની દિવાળીના વિશેષ
પ્રસંગ માટેની જાહેરાત તાજેતરમાં જાહેર કરવામાં આવી છે જેમાં તેને એમ કહેતો સાંભળવામાં આવે છે કે ‘જો તમે કુર્તા પાયજામા પહેરીને દિવાળી નહીં મનાવતા તો તમે શું કર્યું?
આ સિવાય આલિયા ભટ્ટ માન્યવરની બ્રાઇડલ એડવર્ટાઇઝમાં પણ જોવા મળી હતી જ્યાં તે એક યુવાન
દુલ્હન તરીકે જોવા મળી હતી.
આલિયા ભટ્ટે આ એસોસિએશન વિશે કહ્યું હતું કે, ‘માન્યવર મોહે સાથે જોડાવાના હોવાને કારણે હું ખૂબ ઉત્સાહિત છું……ત્યાં જ રણવીરે માન્યવર સાથે જોડાવા પર કહ્યું, ‘હું એક ગૌરવપૂર્ણ ભારતીય છું અને હું મારા જીવનના દરેક ભાગમાં આ ગૌરવ લાવવાની કોશિશ કરું છું. મને ભારતીય કપડાનો ઉપયોગ કરવો ગમે છે અને હું આ ગર્વની અનુભૂતિ દેશના દરેક વ્યક્તિ સાથે શેર કરવા માંગુ છું. માન્યવર સાથેના આ સંગઠન અંગે મને ખૂબ આનંદ થાય છે.