કચ્છમાં રામદેવ સેવાશ્રમ અને માનવ જ્યોત દ્વારા માનસિક દિવ્યાંગો માટે ખાસ કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધી 275 માનસિક દિવ્યાંગોને તેમની સારવાર કરાવી અને તેમના પાસેથી વિગતો મેળવી અને તેમના ઘરે વતનમાં પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આજે ૨૦ જેટલા દિવ્યાંગોને માનસિક સારવાર આપ્યા બાદ તેઓ સ્વસ્થ થઈ જતા તેમના ઘરના વ્યક્તિઓને બોલાવી અને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ સમયે યોજાયેલ એક સમારંભમાં માનવ જ્યોતના અને રામદેવ સેવાશ્રમના પ્રબોધ મુનવર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા અને સચિવ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જસ્ટીસ બી એન પટેલ સાહેબ તથા સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ ૨૦ જેટલા માનસિક દિવ્યાંગોના પરિવાર વચ્ચે સ્વસ્થ થઇ ગયેલા લોકોનું જ્યારે મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ વિષય ઉપર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -