સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પરિવારની કાર ફિલ્મી ઢબે હવામાં ઉછળતા ત્રણ ને ઇજા પહોચી છે. મળતી વધુ માહિતી અનુસાર મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ જોવા નીકળેલા મુંબઈના પરિવારની કાર કુવારપુરા પેટ્રોલ પંપ પર હવામાં ઉછળતા 3 ને ઇજા પહોચી છે. કુવારપુરા પંપ પાસે રોંગ સાઈડ થી એક કાર રોડ ઉપર આવી જતા ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર હવામાં ઉછળી જેમાં બે ત્રણ વાર પલ્ટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તેને નિહાળવા પ્રવસીઓ સંખ્યા બહુ વધી છે જેના કારણે અકસ્માતો પણ વધ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રનું એક પરિવાર સ્ટેચ્યુ તરફ આવવા નીકળ્યું જે રાજપીપળા નજીકના જ કુવરપુરા ગામ પાસેના પેટ્રોલ પંપ ઉપર અંદર દાખલ થતાં જ કાર નં એમ.એચ 46 એપી 3268ના ચાલકે કાબુ ગુમાવતા બમ્પ પરથી કાર ઉછળી હવામાં બે ત્રણ પલ્ટી મારતા અંદર બેઠેલા ત્રણ પૈકી અશોકભાઈ વૈદ્ય, શાંતાબેન વૈદ્ય અને મધુરીબેન વૈદ્યને ઇજાઓ થતા 108 મારફતે રાજપીપળા સિવિલમાં લવાયા હતા
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -