દિવાળીના મહાપર્વ પર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે માતા લક્ષ્મી પોતાની સવારી લઈને પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. જેમના સ્વાગત માટે લોકો પોતાના ઘરને માંગલિક પ્રતીકોથી સજાવીને દિવા પ્રગટાવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય. આ સાથે જાણો વિક્રમ સંવત 2080 દિવાળીના શુભ મુહૂર્તો વિશે….
પુષ્ય નક્ષત્ર મુહર્ત ચોપડા લાવવાના મુહૂર્તો
(૧) આસો વદ-૦૭ શનિવાર તા.૦૪-૧૧-૨૦૨૩ શનિ પુષ્ય નક્ષત્ર યોગ
સમય : સવારમાં ૧૨-૨૩ થી ૧૬-૩૫ ચલ લાભ અમૃત
સાંજે ૧૭-૫૯ થી ૧૯-૩૫ અને રાત્રે ૨૧-૧૧ થી ૨૪-૨૪માં ચોપડા લાવવા તથા સોનુ-ચાંદી લાવવા માટે શુભ
(૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ) સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્ય નું મુહર્ત કરવા
ધનતેરસના શુભ મુહર્ત
લક્ષ્મી પૂજા-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા
(૧) આસો વદ-૧૩ શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩
સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ)
અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધી માં ધનપૂજા કરવી
કાળીચૌદસના મુહર્ત
કાળીપૂજા ,હનુમાન પૂજા ભૈરવ પૂજા યંત્ર મંત્ર સાધના તેમજ ઉગ્ર દેવ સાધના
(૧) આસો વદ-૧૪ શનિવાર તા.૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે દિવસે અને રાત્રે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિધાની આરાધના અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ
સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ (ચલ-લાભ-અમૃત )
સાજે ૧૭-૫૫ થી ૧૯-૩૨ (લાભ)
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧
(શુભ-અમૃત-ચલ)
સુધીમાં સાધના મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય
દિવાળી અને શારદા-ચોપડા પૂજન
આસો વદ-અમાસ રવિવાર તા.૧૨-૧૧-૨૦૨૩ જેમાં દિવસે અને રાત્રે ચોપડા પૂજન સરસ્વતી પૂજનના શુભ મુહર્ત
(૧) સવારે ૦૮-૧૫ થી ૧૨-૨૪ ચલ-લાભ-અમૃત ચોઘડિયા
બપોરે ૧૩-૪૫ થી ૧૫-૦૯ સ્થિર કુંભ લગ્ન, શુભ ચોઘડિયું
સાંજે ૧૭-૫૬ થી ૨૨-૪૬ શુભ-અમૃત-ચલ ચોઘડિયા, સ્થિર વૃષભ લગ્ન
મોડી રાત્રે ૨૪-૩૬ થી ૨૬-૪૭ બળવાન સ્થિર સિંહ લગ્ન અને લાભ ચોઘડિયું.
બેસતુ વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦
નૂતન વર્ષ ની પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત કારતક સુદ-૧ મંગળવાર તા.૧૪-૧૧-૨૦૨૩ સમય : સવારમાં ૦૯-૩૮ થી ૧૩-૪૬ (ચલ લાભ અમૃત) નૂતન વર્ષ માં પેઢી ખોલવી વેપાર ધંધા નું ઓપનિંગ કરવું
લાભ પાંચમ
કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવા નું મુહર્ત
સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦( શુભ )
બપોરે ૧૨-૨૫ થી ૧૩-૪૫ (ચલ) માં પેઢી ખોલવી
વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત