દિવાળીના શુભ અવસર પર બજારના તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. મહેમાનોને સર્વ કરવા માટે આ ફટાફટ બની જતા નાસ્તાને ટ્રાય કરી શકો છો. જાણીએ ઘર પર ઝટપટ બની જતાં નાસ્તાની રેસિપી
બટર ચક્રી માટેની સામગ્રી
5 કપ ચોખાનો લોટ
1/4 કપ માખણ
5 ચમચી અડદની દાળ
ચમચી જીરું
ચમચી તલ
થોડું દૂધ
સ્વાદ મુજબ મીઠું
તળવા માટે તેલ
બટર ચક્રી બનાવવાની રીત
અડદની દાળને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. તેમાં હવે ચોખાના લોટને બાફી લો, બાફેલા લાોટમા માં માખણ,જીરૂ, નમક, દૂધ સ્વાદનુસાર નમક ઉમેરો, આ લોટને બાંધી લો. બાદ તેને ગ્રીસ કરેલી ચકલીના મોલ્ડમાં નાખીને ચકલી બનાવો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વ કરો ક્રિસ્પી બટર ચક્રી