ગુજરાતમા અનઅધિકૃત રીતે સતત વધતુ દારુ-ડ્ર્ગ્સ-ગાંજો-અફીણ જેવા માદક પદાર્થોનુ ઉત્પાદન-વેચાણ અને સેવન વિરુદ્ધ કામ કરવામા આજ દિવસ સુધી ભાજપા સરકાર નિષ્ફળ હતી હવે સમર્થક હોય તેવા સંકેત મળે છે.
• ગુજરાતના બંદરે ડ્ર્ગ્સ, ગુજરાતમા દારુ અને ગુજરાતના ખેતરોમા ગાંજાનુ વાવેતર સતત પકડાય છે આ ગેરકાયદેસર ધંધા કરતી માફિયાગીરીને વિશ્વાસ કોણ આપે છે ?
• છેલ્લા ૨૫ વર્ષથી બુટલેગરો અને માફિયાને રાજ્ય સરકાર ખોળે બેસાડીને સરકાર ચાલાવી છે અને તેના કારણે જ ગુજરાતમા બુટલેગરો અને માફિયાઓ અજર–અમર છે
1. બનાસકાંઠાના કાંકરેજના વડા ગામમાંથી ગાંજાની ત્રણ વીઘામાં વાવ્યા હતા ગાંજાના છોડ. તેની બજાર કિંમત આશરે એક કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
2. માંગરોળના ઓસા (ઘેડ) ગામમાંથી ગાંજાના 34 છોડ અને 630 ગ્રામ સુકા ગાંજાનો જથ્થો પકડાયો.
3. સુરેન્દ્રનગરના મોટા કાંધાસરના ખેડૂતના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુ અને 2 કિલો ગાંજો પણ જપ્ત કર્યો હતો.
4. અમદાવાદના સરખેજમાં ઓર્ચિડ લેગસી ફ્લેટમાં ગ્રીન હાઉસની માફક ગાંજાની લેબ શરૂ કરવામાં આવી હતી. ઘરમાથી જ 100 થી વધુ ગાંજાના કુંડા મળી આવ્યા હતા.
5. ગુજરાત યૂનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા હતા.
6. અરવલ્લી જિલ્લામાં મેઘરજના વાવમેલાણા ગામમાં ખેતરમાંથી ગાંજાના 41 છોડ મળી આવ્યો અને 10.7 કિલો ગાંજાનો જથ્થો પકડાયો.
7. નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી ગાંજાના 19 જેટલા લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.
આ તમામ ગુના જાગૃત નાગરિકોની બાતમીના આધારે પકડાયા છે પરંતુ ગુજરાતનુ સરકારી તંત્ર અને સરકાર ક્યારે દેશના દુશ્મન સમા માફિયાઓના પુણ્યપ્રતાપમાથી બહાર આવી અનઅધિકૃત અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓને ઉગતી ડામવામા સક્રીય ક્યારે થશે ?
ગુજરાતના ખમીરવંતા નવ યુવાન ભાઇ-બહેનોને નમ્ર અપિલ કે સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી આપ સર્વો માદક પદાર્થોના વ્યસનોથી દુર રહેશો…