રામનગરી અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરમાં એક સાધુનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. ગુરુવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. સાધુ રામ સહારે દાસ હનુમાનગઢીના બસંતિયા પટ્ટીના સંત દુર્બલ દાસના શિષ્ય હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની માહિતી મળતા જ આઈજી અને એસએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ હનુમાનગઢ કેમ્પસમાં પહોંચી ગયા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આંબેડકર નગરના ભીટીમાં લગભગ 10 વીઘા જમીનની માલિકીને લઈને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હતા. મંદિર પરિસરમાં રહેતો એક યુવક ઘટના બાદથી ગુમ છે. તેના પર હત્યાની આશંકા છે. સાધુ રામ સહારે દાસ હનુમાનગઢી મંદિરના પ્રવેશદ્વાર પાસે આવેલા રૂમમાં રહેતા હતા. તેની ડેડ બોડી આ રૂમમાંથી મળી આવી હતી. તેના ગળા પર ઊંડા નિશાન જોવા મળ્યા હતા. પોલીસની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.