જો કે સૂર્યકુમાર યાદવને હજુ સુધી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં મેદાન પર પ્રદર્શન કરવાની તક મળી નથી, પરંતુ તેનો ડગઆઉટમાં બેઠેલાનો એક વીડિયો વાયરલ થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે મેચ રમાઈ હતી. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં દેખાઈ રહી હતી. તે સમયે વિરાટ કોહલી અને કેએલ રાહુલ મેદાન પર રમી રહ્યા હતા. ત્યારે ડગઆઉટમાં બેઠેલા સૂર્યકુમાર યાદવ કેમેરામાં કેદ થયા હતા. તે સમયે સૂર્યા કંઈક ખાઈ રહ્યો હતો અને જ્યારે તેણે કેમેરાને તેની તરફ જોતો જોયો તો તે અટકી ગયો. ત્યારથી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે વાયરલ થયો હતો. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક પ્રશંસકે લખ્યું કે, શું તમે બેઠા બેઠા ખાઈ રહ્યા છો, જાઓ અને સિક્સર મારી દો. ફેન્સની કમેન્ટ પર સૂર્યાનો જવાબ એવો છે કે તે વાયરલ થઈ રહ્યો છે.
એક પ્રશંસકે લખ્યું, ‘સર, તમે ડગઆઉટમાં બેસીને શું ખાતા રહો છો? ગ્રાઉન્ડ પર જઈને બે-ચાર સિક્સર મારી. જેના જવાબમાં સૂર્યાએ લખ્યું, ‘મને ઓર્ડર ન આપો, પરંતુ સ્વિગી ભાઈને આપો.’ વર્લ્ડ કપ 2023માં ભારતે તેની પ્રથમ ત્રણ મેચ જીતી લીધી છે. એક સમયે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલીમાં દેખાતી હતી, પરંતુ ત્યારબાદ જોરદાર વાપસી કરી હતી. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે સરળતાથી જીત મેળવી હતી.
Order mereko nahi Swiggy pe de bhai https://t.co/ggeOOIRODp
— Surya Kumar Yadav (@surya_14kumar) October 16, 2023
ICC વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા નેટ રન રેટમાં પણ અન્ય ટીમો કરતા ઘણી આગળ છે. દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ છે જેનો નેટ રન રેટ ભારત કરતા સારો છે, પરંતુ તેણે અત્યાર સુધી માત્ર બે મેચ રમી છે અને તેના ખાતામાં માત્ર ચાર પોઈન્ટ છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંનેના છ-છ પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના આધારે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.