જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રાજુઆત કરવામાં આવી હતી કે નવી રોજગારી ઉભી કરવાનાં બદલે સરકારી ભરતીમાં પણ કૌભાંડો આચરીને શાસકપક્ષના મળતીયાઓ લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર કરી રહ્યા છે અને પોતાના સગાઓને સરકારી નોકરીમાં ગોઠવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ભષ્ટ્રાચારનો સીલસીલો ચાલુ રાખીને બિન સચિવાલય સેવા કારકુન તેમજ સચિવાલય આસી.ની ખાલી જગ્યાઓ માટેની ૧૦ લાખથી વધુ શિક્ષિત યુવાન ઉમેદવારોની ભરતી પરીક્ષા અચાનક અગમ્ય કારણોસર રદ્ કરી છે, જે શંકા સ્પદ છે. આ સંજોગોમાં જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભષ્ટ્રાચારનો લાલ બંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વિરોધ બાદ આવેદન આપવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -