• સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકાર
• સરકારી કર્મચારીઓ પાસેથી નિયમ પ્રમાણેના કામ લેવામાં નિષ્ફળ ભાજપ સરકાર કર્મચારીઓ પાસે મનમાની કરાવા વધુ એક પરિપત્ર દ્વારા ભય ઉભો કરી રહી છે.
મુખ્યમંત્રી કાર્યાલય માં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકારના બેવડા ધોરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના સરકારી વિભાગોમાં જાહેર સેવા અંગેના નાગરિક સંસ્થા નિયમ-2013નો 10 વર્ષથી લાગુ ન કરીને ગુજરાતની જનતાને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. નાગરીક અધિકાર કાયદો લાગુ ન થવાથી ગુજરાતના નાગરિકોના હક્ક અધિકાર મેળવવા પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે.
મહત્વના પદ પર નિવૃત્ત બાદ કરાર આધારિત અધિકારીઓ અડીંગો જમાવીને બેઠા છે. કર્મચારીઓના કામગીરી મુલ્યાંકન કરવા માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. સરકાર કાયમી ભરતી પ્રક્રિયા ન કરીને 10 લાખથી વધુ આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
રાજય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતનો વિભાગ એક્સટેન્શન વાળા અધિકારીઓનુ જ રાજ ચાલી રહ્યયુ છે.તો લાયકાત ધરાવતા અધિકારીઓ બઢતી મેળવ્યા વગર જ રિટાયર્ડ થઈ જાય છે.પરિણામે વિભાગની કામગીરીને સીધી અસર જોવા મળે છે. આ નિવૃત્ત અધિકારીઓ નિવૃત્તિ બાદ 8-10 વર્ષથી એક્સટેન્શન આપવામાં આવતું હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવાર લાયકાત અધિકારીઓ ની બઢતી રોકાઈ ગઈ છે અને વિભાગમાં નિષ્ક્રિયતા અને શુષ્ક વાતાવરણ થઈ જાય તે સ્વાભાવિક છે.
શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ૬ હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારના વધુ એક નિર્ણય થી કર્મચારીમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યાં છે, જુની પેન્શન યોજના, કાયમી ભરતી, ફિક્સ પે દુર કરો સહિતની માંગ સાથે કર્મચારી આંદોલન ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકાર લાંબા સમયથી ભરતી કરતી નથી, ગુજરાતના હજારો યુવાનો નોકરીની રાહ જોઈને વયમર્યાદા વટાવી રહ્યાં છે. અનેક અધિકારીઓ સામે ગંભીર ખાતાકીય તપાસ છતાં નિવૃત્તી સુધી તપાસના નામે નાટક ચાલે છે અને નિવૃત્તી બાદ કરાર આધારિત મહત્વની નિમણુંક કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ પાસેથી નિયમ પ્રમાણેના કામ લેવામાં નિષ્ફળ ભાજપ સરકાર કર્મચારીઓ પાસે મનમાની કરાવા વધુ એક પરિપત્ર દ્વારા ભય ઉભો કરી રહી છે.