જામનગરમાં દર વર્ષે હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં રમેલી તમામ યુવતીઓ માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે.જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ વાડીમાં દર વર્ષે 30હજાર જેટલી બાળા ઓને જમણવાર કરાવવામાં આવે છે.આ વર્ષે પણ હર્ષિદા ગરબી મંડળ દ્વારા આ પરંપરા ચાલુ રાખવામા આવી છે.નવ દિવસ માતાજીના ગરબા રમેલી બાળા ઓ મોટી સંખ્યામાં હર્ષિદા ગરબી મંડળના જમણવારમાં ઉપસ્થિત રહે છે. ચલા 44 વર્ષથી જામનગર શહેરમાં ગરબી મંડળ દ્વારા કુવારીકાઓ ને જમાડવામાં આવે છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ ૭૦૦ જેટલી ગરબી મંડળની બાળાઓ જમણવારમાં ઉપસ્થિત રહે છે.હર્ષિદા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ 11 બાળાઓને જમાડીને જમણવારની શરૂઆત કરવામાં આવી હતી ૪૪ વર્ષે વર્ષે ૩૦,૦૦૦ જેટલી બાળાઓ અને જમણવામાંવવામાં આવી રહી છે.આ પ્રસંગે શહેરના વિવિધ સંતો મહંતો તેમજ હર્ષિતા ગરબી મંડળ ના 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા