દેવભૂમિ દ્વારકાના પાંચ ગામના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. જેથી મોટા આસોટા, નાના આસોટા, જકશિયા અને બેરાજા ગામના ખેડૂતોએ જામખંભાળિયામાં આવેલી PGVCLની કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન દરમ્યાન PGVCLની કચેરીના ગેટ બંધ કર્યા હતા. અને જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં નહીં આવે ત્યા સુધી ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 140 ટકા વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ આ વખતે જાણે જતા જતા ગુજરાતને ઘમરોળવાનું નક્કી કર્યુ હતુ તેમ સૌરાષ્ટ્રને અને ઉત્તર ગુજરાતને છેલ્લે છેલ્લે ભારે વરસાદને કારણે ઘણુ નુકસાન વેઠવુ પડ્યુ છે. ખાસ કરીને ઉભો પાક પાણીને કારણે કોહવાઈ ગયો છે. તો નદી નાળા છલકાવાને કારણે છેલ આવવાના બનાવો પણ બન્યા છે.