ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 11 સપ્ટેમ્બરની રાત્રે ખતમ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ આજે 12 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે સુપર-4 મેચ રમવાની છે. વાસ્તવમાં, ભારત અને પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરના રોજ થવાની હતી અને 11 સપ્ટેમ્બર આ માટે રિઝર્વ ડે હતો. વરસાદને કારણે 10મી સપ્ટેમ્બરે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને તેથી ટીમ ઈન્ડિયાએ 11મી સપ્ટેમ્બરે પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું અને હવે ભારતીય ટીમ સતત ત્રીજા દિવસે મેદાનમાં ઉતરશે. જ્યારે રોહિત શર્મા અને કંપનીની ટીમ પાકિસ્તાન સામે 228 રનથી શાનદાર જીત નોંધાવ્યા બાદ હોટેલ પહોંચી ત્યારે ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. શ્રીલંકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું રિકવરી સેશન પણ થયું હતું, જેમાં તમામ ખેલાડીઓએ સાથે મળીને પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરી હતી. ટીમ હોટલમાં ભારતીય ખેલાડીઓએ સ્વિમિંગ પૂલમાં રિકવરી સેશન પણ કર્યું અને ડાન્સ કરીને પાકિસ્તાન સામેની યાદગાર જીતની ઉજવણી પણ કરી.
કેપ્ટન રોહિત શર્માએ પૂલમાં ભાંગડા સ્ટેપ્સ કર્યા, જ્યારે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સાથે ડાન્સ કર્યો. મેન ઓફ ધ મેચ બનેલા વિરાટ કોહલી માટે ટીમ હોટલમાં ખાસ કેકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિરાટે સ્વાગત માટે સૌનો આભાર પણ માન્યો હતો. BCCIએ ટીમ ઈન્ડિયાના રિકવરી સેશનની ટૂંકી ક્લિપ શેર કરી છે. તમે આ વીડિયોના અંતે તે ક્લિપ જોઈ શકો છો.
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 122 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેએલ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્મા અને શુભમન ગીલે ફિફ્ટી ફટકારી હતી. બોલિંગમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચ વિકેટ લીધી.
A memorable victory followed by a much-deserved recovery session ahead of today's Super 4s encounter 😃👌
Here's a quick round-up of #TeamIndia's remarkable win over Pakistan in Colombo 🎥 🙌#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/h0n4yeIZbN
— BCCI (@BCCI) September 12, 2023