મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા શહેરના પરા બજારમાં મહાલક્ષ્મી ચોકમાં લક્ષ્મી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિરના ચોકમાં 30 વર્ષથી પરંપરા મુજબ પૌરાણિક શેરી ગરબા થાય છે. અહીં મોટી સંખ્યામાં નાના મોટા ભાઈઓ બહેનો અને અબાલ વૃદ્ધ સર્વે ટ્રેડીશનલ ડ્રેસ પહેરી દેશી ગરબા, આદિવાસી તિમલી ગરબા અને રાસ ગરબા રમી લક્ષ્મી માતાજીની આરાધના કરે છે. માતાજીની આરતી અને સ્તુતિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ એક બહેન માતાજીના પાંચ પૌરાણિક ગરબા કોકિલ કંઠે કોઈપણ પ્રકારના સંગીત વગર ગવડાવે છે અને ગરબે ગુમતી બહેનો અને ભાઈઓ આ ગરબા જીલે છે અને માની ભક્તિમાં લિંન થઈ નાના મોટા માઇ ભક્તો ગરબે ઘૂમે છે. આ પ્રકારે માતાજીના પાંચ ગરબા પૂર્ણ થયા બાદ રાસ ગરબા અને આદિવાસી તિમલીના તાલે નાના મોટા સર્વે ભાઈઓ બહેનો માતાજીના ગરબા રમે છે અને ભક્તિ ભાવથી ઉત્સાહભેર આદ્યશક્તિ પર્વની ઉજવણી કરે છે.