બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. શાહિદ કપૂર અવાર-નવાર પરિવાર સાથે સ્પોટ થતો રહેતો હોય છે. તે દીકરો ઝૈન તથા દીકરી મીશા અને પત્ની મીરા સાથે જોવા મળતો હોય છે. અંગત જીવન તથા પ્રોફેશનલ લાઈફને શાહિદ સારી રીતે બેલેન્સ કરે છે.
હાલમાં જ શાહિદે પિતા બન્યા બાદ તેના જીવનમાં કેવા ફેરફાર આવ્યા તે અંગે વાત કરી હતી……શાહિદ તથા મીરાને ત્રણ વર્ષની દીકરી તથા એક વર્ષનો દીકરો છે. શાહિદે કહ્યું હતું કે પિતા બન્યા પહેલાં તે માત્ર પોતાના માટે જ વિચારતો હતો.
જોકે, તે એમ માનતો હતો કે તે સ્વાર્થી નથી. અલબત્ત, જ્યારે તે પહેલી જ વાર દીકરીનો પિતા બન્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કેટલો સ્વાર્થી છે. હવે, તે ક્યારેય પોતાના માટે પહેલાં વિચારતો નથી. તે પહેલાં બાળકો અને પરિવાર વિશે વિચારે છે. ઘણીવાર આ બાબત સારી છે પરંતુ ઘણીવાર તેને અકળામણ થતી હોય છે કે તે પહેલાં પોતાના વિશે વિચારવા માગે છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવવા માગતી હોય છે અને તે આ બધી બાબતો સાથે સમાધાન કરીને જીવી રહ્યો છે……વધુમાં શાહિદે કહ્યું હતું કે તે પહેલાં કરતાં આજે તેના માતા-પિતાને વધુ આદર તથા માન-સન્માન આપે છે. તેને હવે એ વાત સમજાય છે કે તેના પેરેન્ટ્સે તેના માટે શું કર્યું છે. આટલું જ નહીં શાહિદે એમ પણ કહ્યું હતું કે માતા-પિતાને લઈ તેના મનમાં જે મનદુઃખ હતું, તેને લઈ તે માફી માગે છે.