જામનગરની જી.જી.હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેવા માટે રાજ્યભરમાં જાણીતી છે, એવામાં સિક્યુરીટીના મસમોટા કોન્ટ્રાક્ટ તો રાખવામાં આવે છે, પણ સિક્યુરિટી ગાર્ડ પૂરતા ના હોય અડધી નોકરીએ ઘરે ચાલ્યા જાય અને પોઈન્ટ રેઢાપટ પડ્યા હોય ત્યારે લાગત વળગતા ના કોન્ટ્રાક્ટ હોય એટલે બોલનારું પણ કોઈ ના હોય તે સ્વાભાવીક છે. એવામાં ડેન્ગ્યું વચ્ચે પીડાઈ રહેલા શહેરીજનોની યોગ્ય સેવા અને સારવાર કરવાને બદલે જી.જી.હોસ્પિટલમાં કમને પગ મુકનાર દર્દીઓ અને તેના સબંધીઓ સિક્યોરીટીની તાનાશાહીનો ભોગ બની રહ્યા છે, તોછડા વર્તન કરી દર્દીઓ અને તેના સબંધીઓને હડસેલવામાં આવી રહ્યા છે. એવામાં આજે હોસ્પિટલમાં જોવા મળ્યું કે ટ્રોમા વોર્ડ અને મેડીકલ ઈમરજન્સી વોર્ડની બહાર ગનમેન રાખવાનો નિણર્ય હોસ્પિટલ તંત્રને શા માટે સુજ્યો તે જ સૌથી મોટો સવાલ છે.સવાલો એવા પણ થાય છે કે શું આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ નહિ ગુંડાઓ જ આવે છે..? શું અહી કોઈ લુંટી જવા જેવી ચીજવસ્તુઓ રાખવામાં આવી છે.? જે દર્દીઓ પોતાના દર્દ ને માર્યે જી.જી.હોસ્પિટલમાં આવે છે, તેની સામે ગનમેન ને ઉભા રાખી અને ભય પેદા કરવાની બાબત જરાપણ યોગ્ય ના હોવાનું આવનાર લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નીતિન પટેલે પણ હોસ્પિટલમાં ગનમેન રાખવા બાબત પર નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકોની રક્ષા મતે ગનમેન રાખવું તે ખોટું નથી. હજારો લોકો હોસ્પિટલમાં આવતા હોય છે અને લોકોની સુરક્ષા આપી સકાય તે મતે ગનમેન મુકવામાં આવે છે.