નવાઝુદ્દીન સિદ્દીકીની ‘રોમ રોમ મેં’ની સ્ક્રિનીંગ રોમ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવશે. ડિરેક્ટર તરીકે તનિષ્ઠા ચૅટરજીની પહેલી ફિલ્મ ‘રોમ રોમ મેં’ને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં એશિયન સ્ટાર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી અને ઇટાલિયન ભાષામાં બનાવવામાં આવી છે. રોમ ફિલ્મ ફેસ્ટિવલ ૧૭ ઑક્ટોબરથી ૨૭ ઑક્ટોબર સુધી આયોજિત કરવામાં આવ્યો છે.
ફિલ્મનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી કે ‘દરેક રસ્તાઓ રોમ તરફ જઈ રહ્યા છે. અમારો આગામી પડાવ રોમ છે, જ્યાં રોમ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થવાની છે. ૧૫ ઑક્ટોબરે અમે ‘રોમ રોમ મેં’ લઈને આવી રહ્યા છીએ.’