કાજોલ હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘ત્રિભંગા’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મમાં ૮૦નાં દાયકાથી માંડીને વર્તમાન સમયની એક ફૅમિલીની ત્રણ પેઢીની સ્ટોરી દેખાડવામાં આવશે. તન્વી આઝમી, કુણાલ રૉય કપૂર અને મિથીલા પારકર પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને રેણુકા શહાણે ડિરેક્ટ અને અજય દેવગન પ્રોડ્યુસ કરશે. આ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘અમે ‘ત્રિભંગા’ માટે નેટફ્લિક્સ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. એમાં ત્રણ અદ્ભુત મહિલાઓની સ્ટોરી દેખાડવામાં આવશે. આ ફિલ્મ દ્વારા અજય દેવગન ફિલ્મ્સ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. હું એ જાણવા માટે ખૂબ આતૂર છું કે દર્શકો એને કેવો પ્રતિસાદ આપશે.’‘ત્રિભંગા’ ઓડિશાનાં ડાન્સનો એક પ્રકાર છે. આ ફિલ્મ વિશે રેણુકા શહાણેએ કહ્યું હતું કે ‘મારા માટે આ એક અવર્ણનીય તક છે. સાથે જ એક સારી બાબત એ પણ છે કે આ ફિલ્મ એક જ દિવસે પૂરા વિશ્વમાં જોવા મળશે.’
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -