રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.. પરંતુ સરકારી આ યોજનાઓથી પ્રજાજનો અજાણ હોવાના લીધે સરકારી લાભથી લોકો વંચિત રહી જતાં હોય છે.. અને યોજનાના લાભ માટે સરકારી પુરાવા એકત્રિત કરવામાં પણ લોકોને મોટી મુશ્કેલી પડતી હોય છે.. ત્યારે ડીસા નગરપાલિકાએ આજે આ સમસ્યાનો હલ નીકળ્યો છે.. ડીસા નગરપાલિકા દ્વારા આજે ડીસા નગરપાલિકા સંચાલીત એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં નગરજનોને એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજના અંગે સમજણ આપવા ઉપરાંત સરકારી પુરાવા પણ નીકળી આપવામાં આવ્યા હતા.. લોકોને એક જ સ્થળે સરળતાથી સરકારી પુરાવા નીકળી જાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમનો લાભ પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લીધો હતો,
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -