હવે ભારતમાં ઇલેક્ટ્રિક કારની ખરીદી અને તેના પર વિશ્વાસ વધી રહ્યો છે. આ EV બૂમને કારણે, તમામ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી રહી છે. હાલમાં, ટાટા મોટર્સ દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર વેચનાર છે. કંપની ટાટા નેક્સોન, ટિગોર અને ટિયાગો જેવી કારનો ઇલેક્ટ્રિક અવતાર પહેલેથી જ લાવી ચૂકી છે. હવે કંપનીએ તેની લક્ઝુરિયસ એસયુવી “હેરિયર” નું ઇલેક્ટ્રિક વર્ઝન તૈયાર કર્યું છે. તેને ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. અમે ઓટો એક્સ્પો 2023માં આની ઝલક જોઈ છે. અહીં જાણો કારને લગતી તમામ વિગતોઃ
Tata Harrier EV બોર્ન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનેલ છે. તે એક ચાર્જ પર લગભગ 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. સલામતીના સંદર્ભમાં, Tata Harrier EVમાં એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) સામેલ હશે. તે વ્યક્તિને એલર્ટ કરવા માટે રડાર ટેક્નોલોજી, કેમેરા, સેન્સરનો ઉપયોગ કરે છે. નવી કારને લોગો તરીકે મોટી સાઈઝ “T” પણ મળી શકે છે. કારમાં પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને રેઈન સેન્સિંગ વાઈપર્સ જેવી સુવિધાઓ પણ મળશે.
આંતરિક અને સુવિધાઓ
બહારની વાત કરીએ તો તેમાં આકર્ષક કનેક્ટિંગ LED DRL સ્ટ્રીપ, રિયર પાર્કિંગ સેન્સર, કેમેરા, 17-ઇંચના એલોય વ્હીલ્સ અને 425 લિટર બૂટ સ્પેસ આપવામાં આવી શકે છે. EV માં એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay સાથે 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7 ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે પણ મળશે. તેમાં વેલકમ ફંક્શન અને મેમરી ફીચર સાથે 6-સાઇડ પાવર-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ પણ મળશે. આ EV વાહનમાં સામાન્ય ચાર્જર અને ફાસ્ટ ચાર્જર બંને માટે ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ હશે.
આ કારના લોન્ચિંગની તારીખ અને કિંમત હજુ સુધી જાણીતી નથી. એવો અંદાજ છે કે તે 2024માં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓટો એક્સ્પો 2023માં આ વાહનનો પ્રોટોટાઈપ પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.