બહેરામપુરામાં રહેતી મહિલાએ પ્રેમી સાથે સબંધ કટ કરી દેતા પ્રેમીએ ધમકી આપી હતી કે તું સબંધ નહી રાખે તો હુ તારા અને મારા ફોટા વાઇરલ કરીશ કહીને સાચેજ વાયરલ કરી દીધા હતા. બીજીતરફ તેમના સાળા પણ ધમકી આપી કે મારા બનેવી સાથે પ્રેમ સબંધ રાખતી નહી નહીતર તારા ફોટા વાઇરલ કરીશ. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાળાએ પણ ધમકી આપી હતી કે મારા બનેવી સાથે સબંધ રાખતી નહી નહીતર ફોટા વાઇરલ કરી તારા છોકરાઓને હેરાન કરીશ
આ કેસની વિગત એવી છે કેે બહેરામપુરામાં રહેતી વિધવા મહિલાએ તેમના વિસ્તારમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાને તેમના વિસ્તારમાં રહેતા યુવક સાથે બે વર્ષથી પ્રેમ સબંધ હતો અને પ્રમી પાસે બન્નેના ન્યુડ ફોટા હતા.પરંતુ બન્ને વચ્ચેના પ્રેમ સબંધની યુવકના પરિવારને જાણ થતાં મહિલાએ તેની સાથે સબંધ કટ કરી દીધો હતો. તાજેતરમાં મહિલાના પ્રેમીને સાળાએ ધમકી આપી હતી કે તુ મારા બનેવી સાથે સબંધ રાખતી નહી નહીતર તારા ફોટા વાઇરલ કરીને તારા બાળકોને હેરાન કરીશ.
બીજીતરફ મહિલાને પ્રેમીએ ધમકી આપી હતી કે તું સબંધ નહી રાખે તો હુ તારા અને મારા ફોટા વાઇરલ કરીશ ત્યારબાદ આરોપીએ મહિલાના ભાઇના મોબાઇલમાં સાચેજ વાયરલ કરી દીધા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.