દરેક જીઆઇડીસીમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. જીઆઇડીસીમાં આવેલા એક કારખાનામાં એકાએક આગ ભભૂકી હતી. આ આગને કાબૂમાં લેવા માટે જામનગર ફાયર બ્રિગેડના વાહનો દોડાવવામાં આવ્યા હતાં.આ આગ શોકસર્કીટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે. જામનગરની દરેડ જીઆઇડીસી ફેસ-3માં આવેલા એક કારખાનામાં એકાએક આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી.ફાયર કાફલાએ આગને બૂઝાવવા ભારે મહેનત કરી હતી. આ આગ શોક સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો મુજબ જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-3 વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આગ ભભૂકી હોવાની જાણ થતાં જ ફાયર કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ કાફલામાં ફાયર સ્ટાફની ગાડીઓ જોડાઇ હતી અને આગ બૂઝાવવા તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં જાનહાની ટળી છે. જો કે લાખોનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.