• આજે ભારતને સાયબર હુમલા કે તેના ગુનાઓથી સુરક્ષિત કરવા માટે ૬ લાખ સાયબર સિક્યુરીટી એકસપર્ટની જરુર છે, કેન્દ્ર સરકાર પાસે કોઇ આંકડો છે ?
• ચીન દેશની સીમા તોડીને ઘુસી રહ્યુ છે જ્યારે બીજી બાજુ અન્ય દુશ્મનો દેશની સિસ્ટમ તોડીને ઘુસી રહ્યા છે, આ કારણે મોદી સરકારમા દેશ સીમા પર કે સીમાની અંદર અસુરક્ષિતતાનો અનુભવ કરે છે.
દેશમા દર વર્ષે આશરે રુપિયા ૪૯,૬૦૦ કરોડનો સાયબર ક્રાઇમ બને છે, અને દર સેકન્ડે ૧૮ વ્યક્તિ આ ગુનાનો ભોગ બને છે તેમા ૬૩% મહિલાઓ અને ૭૧% પુરુષો હોય છે.દેશના સીમાડા આપણા જાબાઝ જવાનોને કારણે દેશની સીમા સુરક્ષીત છે, તે માટે દેશના જાબાઝ જવાનોને સો સો સલામ….
બીજી બાજુ દિવસેને દિવસે સાયબર સિક્યુરીટીની અદ્યતન ટેકનોલોજી અને ટેકનોક્રેટના અભાવે દેશના નાગરિક, વેપારી કે સરકાર સુરક્ષિત નથી.
નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર લેફ્ટનન્ટ જનરલ (ડૉ) રાજેશ પંતે સ્વીકારતા જણાવે છે કે ભારતમાં સાયબર ગુનાઓથી 2019માં રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું છે અને સાયબર ધમકીઓ વધતી રહી છે અને સાયબર ગુનાઓનુ પ્રમાણ ખુબ વધી રહ્યુ છે સંસદમા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે (10 ફેબ્રુઆરી ) માહિતી આપી તે મુજબ 2018 મા 2.08 લાખ, 2019 મા 3.94 લાખ,2020 મા 11.58 લાખ, 2021 મા 14.02 લાખ અને 2022 માં 13.91 લાખ સાયબર સુરક્ષાના બનાવો બન્યા છે.
તેનુ સૌથી ઉદાહરણ નવેમ્બર ૨૦૨૨ ના સાયબર એટેકમાં એઈમ્સ દિલ્હીના પાંચ સર્વર પ્રભાવિત થયા હતા અને 1.3TBs ડેટા એનક્રિપ્ટ કરવામાં આવ્યો હતો. દેશની પ્રીમિયર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આ એક મોટા સાયબર હુમલાનો હતો તેનાથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માળખાગત કામગીરીને લકવાગ્રસ્ત કરી દીધી હતી. આખરે, દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) વિંગ દ્વારા ખંડણી અને સાયબર આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ CERT-In, CBI, NIA સહિત અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આવી ગંભીર અને દેશ તોડનારી ઘટનાઓનો અંજામ સહજ રીતે દેશના દુશ્મનો આપી જાય છે, આપણને સૌને યાદ છે કે ૨૦૧૪ મા સ્વયંને ચોકીદાર ઘોષિત કરેલ, આજે ચોકીદાર ચુપ કેમ છે ? ડબલ એન્જીન ધરાવતા રાજ્ય ગુજરાતમાં 5 વર્ષમાં સાયબર ક્રાઈમના કેસોમાં 235%નો વધારો થયો છે by National Crime Records Bureau (NCRB).આ ડબલ એન્જીન સરકારની ઘોર નિષ્ફળતાની નિશાની છે.
આમ એઇમ્સ ઉપરાંત બેંકો,કોર્પોરેટસ કે રાજકીય પાર્ટીઓને હેકર્સે લક્ષ બનાવી છે, ભાભા એટોમિક, ઇસરો, સીબીઆઇ, ભારતીય રેલ્વે, આરબીઆઇ, એચડીએફસી બેંક, એસબીઆઇ, ટાટા મોટોર્સ સુપ્રિમ કોર્ટ, ઇન્ડીયન આર્મી,સીએનએન, ફેસબુક અને ટ્વીટર, ઇલેકટ્રોનિક્સ કોર્પો ઓફ ઇન્ડિયા લી, ઉપરાંત દેશની ૧૦૦૦ થીવધુ વેબસાઇટ અને ઇમેઇલને પણ હેકર્સે હેક કરેલ છે અને તેની નુકશાનીનો અંદાજ આવી શક્યો નથી.
૨૦૧૩ મા દુનિયા સાથે કદમ મિલાવવા અને વિશ્વના દેશો સામે ટકી રહેવા માટે અનેક મોરચે તત્કાલિન શ્રી મનમોહનસિંહની UPA ની સરકારે દેશના હિતમા લાંબા ગાળાના આયોજનો કરીને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની મહત્વની જવાબદારીના ભાગે દેશની,નાગરિકોની અને વ્યવસાયોની સુરક્ષા માટે સરકારમા કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ ઘડી અને તેમા સમગ્ર દેશમા આવનાર ૫ વર્ષમા ૫ લાખ સાઈબર સિક્યુરીટી એકસપર્ટ તૈયાર કરવાનુ આયોજન કર્યુ હતુ, જેને ૨૦૧૪ મા મોદી સરકારે સંપુર્ણ અવગણીને અને તેના કારણે આજે સમગ્ર દેશનો નાગરિક,વેપારીઓ,સંસ્થાઓ અને ખુદ સરકાર સાયબર ગુનાઓનો વધુને વધુ ભોગ બની રહ્યા છે. કરોડો રુપિયાની આર્થિક નુકશાની દેશ ભોગવી રહ્યો છે.
UPA સરકારની નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ દાખલ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરીક,વ્યવસાય અને સરકારને સાયબર હુમલાઓથી બચાવવાનો રામ બાણ ઇલાજ હતો. તેમા ખાસ કરીને સાયબર માહિતી અને માહિતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવા, સાયબર ખતરાને રોકવા, નબળાઈઓ ઘટાડવા, સાયબર ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા તેમજ વિકાસમા બાધારુપ બાબતોને પહોચીને તમામ મોરચે જનતા કે રાષ્ટ્રને સુરક્ષિત કરવાનો હતો.
તત્કાલિન કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ લીધેના પગલાને મોદી સરકાર આગળ વધારે અને નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ને કાર્યરત કરે તેમજ દેશમા ૮ લાખ કરતા વધુ દેશમા સાયબર સીક્યુરીટી એકસપર્ટ ની જરુરીયાત છે તેને પહોચી વળવા માટે વિશ્વ કક્ષાની સાયબર યુનિ.સ્થાપવામા આવે એવી માંગ કરીએ છીએ.
સમાધાન સુત્રો…
• આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સિક્યુરીટી એજન્સી કે જે વિશ્વના કોઈપણ ખૂણેથી ગુનેગારને પકડવાની ટેકલોજી ધરાવતી હોય તેની સાથે MOU કરવામા આવે તેની મદદ લેવામા આવે.
• આંતરરાષ્ટ્રીય કક્ષાની નેશનલ સાયબર સિક્યુરીટી યુનિ. સ્થાપવામા આવે.
• સાયબર ગુનાઓ અને તેના જોખમો બાબતે શિક્ષણ આપવામા આવે.
• લોકોમા જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામા આવે.
આવનાર સમય અને પ્રવાહને ધ્યાને લેઈને દેશને ટેકનોલોજીના માધ્યમથી સુસજ્જ અને સુરક્ષિત કરવો એ આપણી જરૂરીયાત નહી પરંતુ અનિવાર્યતા છે.