બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ચિભડા ગામ ના એક ખાનગી પશુ ડોકટર દ્વારા અનેક પશુઓ ને હેલ્થનું સર્ટિફિકેટ આપ્યા બાદ હજારો પશુઓ ને નિકાસ માટે બહાર મૂકી દેવાના મામલે જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી જેમાં ડીસા પાંજરાપોળ ના અમુક લોકો દ્વારા પશુ ડોકટર ને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે પશુ ડોકટરે સમાજ સાથે બેઠક યોજી હતી અને ખોટી રીતે હેરાન કરતા અમુક લોકો સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. ભાભર તાલુકા ના મીઠા ગામ ખાતે માલધારી સમાજ,રાજપૂત સમાજ અને ચૌધરી સમાજ ના આગેવાનો ની એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં થોડા સમય પહેલા ખોટા સર્ટી મામલે ચીભડા ગામ ના પશુ ડોકટર ને ડીસા પાંજરાપોળ ના લોકો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરતા બેઠક માં ખોટી રીતે ડોકટર ને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ડોકટર ના સમર્થન માં આખો સમાજ સાથે રહેવાનું હાકલ કારી હતી જો કે આ બાબતે પશુ ડોકટરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે પશુ ના સર્ટી માં મારુ નિવેદન લેવાઈ ગયું છે અને જવાબ પણ થઈ ગયા છે પરંતુ ડીસા ગૌ શાળા ના અમુક લોકો હેરાન પરેશાન કરે છે મને ન્યાય મળે તે માટે મારો સમાજ અને અન્ય સમાજ મારી સાથે છે મને ન્યાય મળવો જોઈએ …..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -