બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર ડિવોર્સની વાત પર લાંબા સમય સુધી ચૂપ રહ્યો હતો. બે વર્ષ પહેલાં ફરહાને પત્ની અધુના સાથે ડિવોર્સ લીધા હતાં. તેણે ડિવોર્સને લઈ કંઈ જ કહ્યું નહોતું. હવે, ફરહાન તથા અધુના પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. ફરહાન હાલમાં મોડલ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. હાલમાં જ ફરહાને ડિવોર્સને લઈ વાત કરી હતી…….ફરહાન હાલમાં પોતાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન ફરહાને પોતાના ડિવોર્સ અંગે વાત કરી હતી.
ફિલ્મમાં પણ ફરહાન ડિવોર્સ લેવાનું વિચારતો હોય છે. ફરહાનને જ્યારે પૂછવામાં આવ્યું કે બાળકોને ડિવોર્સ અંગે કહેવું કેટલું મુશ્કેલ હતું? જેના જવાબમાં ફરહાને કહ્યું હતું કે કંઈ જ સરળ નહોતું. તમારા બાળકોને એ તમામ વાતો કહેવી, જે તે સાંભળવા માગતા નથી. આ સરળ નહોતું. કેટલીક બાબતો તમારા બાળકો તમારી પાસેથી ઈચ્છે છે અને તમારા દ્વારા તેને થતાં જોવા ઈચ્છે છે. ફરહાન અખ્તરે કહ્યું હતું કે અંતે, બાળકો એ સમજી જાય છે કે તે તમે જે કર્યું છે, તે કેમ કર્યું છે. તેઓ તરત નહીં સમજે પરંતુ તમારે તેમની સાથે ઈમાનદાર રહેવાની જરૂર છે, અને એક દિવસ તે તમારી સાથે પણ ઈમાનદારીથી જ વર્તન કરશે. હાલમાં ફરહાન ‘તૂફાન’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેણે બોક્સરની ભૂમિકા ભજવી છે.