રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. એકબાજુ સરકારને એવી આશા છે કે ટ્રાફિકના નિયમોમાં કડકાઈપૂર્ણ વલણ દાખવી અકસ્માતોના પ્રમાણમાં આંશિક ઘટાડો લાવી શકાશે. પરંતુ હાઈવે પર ચાલતા ભારે વાહનોના કારણે અવાર નવાર અકસ્માતો સર્જવામાં આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલ સરહદી વિસ્તારમાં એક બેકાબુ ટ્રકે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. મળતી માહિતી મુજબ, શિહોરી પાસે એક બેકાબુ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હોટલમાં ઘુસાડી દીધી હતી, જેના પગલે આ ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -