જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં એક યુવાન તિક્ષણ હથિયાર સાથે ઘૂસી આવ્યો હતો. જેણે વંથલી પોલીસ સ્ટેશન સામે એસિડ પી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવાને એસીડ પી લેતા પોલીસ તંત્ર પણ દોડતુ થયું હતું. મળતી માહિતી મુજબ, જુનાગઢના વંથલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગતરાત્રીના એક યુવાન પોલીસ સ્ટેશનના અંદર હથિયાર સાથે ઘૂસી આવ્યો હતો તેની પાસે હથિયાર હતા. આ યુવાને પોતાના હાથમાં રહેલ બ્લેડ અને છરી દ્વારા પોતાના શરીરે ઘા ઝીંક્યા હતા. જેના પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જોકે, પોલીસે યુવાનને રોકવાના પણ કોઈ પ્રયત્ન કર્યા નહીં અને સમગ્ર તમાશો જોતી રહી. યુવાન ફરી વંથલી પોલીસ સ્ટેશને આવી ચડ્યો હતો અને પોલીસ સ્ટેશનની સામે એસિડ પીધુ હતુ. સ્થાનિકોએ આ અંગે યુવાનને શુ થયુ એવુ પુછતા યુવકે વંથલી પોલીસ પર આક્ષેપ કર્યા હતા અને ફરી એસીડ પી જતા યુવકની હાલત લથડી જવા પામી હતી. યુવકને તાત્કાલિક 108 દ્વારા તાત્કાલિક જુનાગાઢ સિવિલ હોસ્પિટલમા લઇ જવાયો હતો. આ સમગ્ર ઘટનામાં વંથલી પોલીસ હરકતમાં આવી હતી અને દોડતી થઈ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -