મહાનાયક,બિગબી,શહેનશાહ જેવા નામથી જાણીતા બોલિવુડ સ્ટાર જે પોતાની એક્ટિંગ અને બુલન્દ અવાજને કારણે દુનિયાભરમાં જાણીતા છે,તેવા અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે,અમિતાભનો જન્મ ઉત્તરપ્રદેશના અલહાબાદમાં થયો હતો,.તેમના પિતાનું નામ હરિવંશરાય બચ્ચન અને માતાનું નામ તેજી બચ્ચન હતું…બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ ઝીંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “ક્યારેય લોપ ન પામતો પ્રકાશ”તેમની અટક શ્રીવાસ્તવ છે, પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી.ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટકનો ઉપયોગ થાય છે…….તેઓ દિલ્હી યુનિવર્સિટી ની કિરોરીમલ કોલેજ માં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂરો કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. બચ્ચને કોલકતા સ્થિત શિપિંગ ફર્મ બર્ડ એન્ડ કંપનીમાં ફ્રેટ બ્રોકરની નોકરી કરી હતી, જેથી તેમની અભિનય કારકિર્દી ચાલુ રહી શકે.
બચ્ચને ૧૯૬૯માં ખ્વાજા અબ્બાસ એહમદ દ્વારા નિર્દેશિત સાત ક્રાંતિકારીઓની વાત કહેતી ફિલ્મ સાત હિંદુસ્તાની દ્વારા ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો, તેમાં ઉત્પલ દત્ત , મધુ અને જલાલ આગા પણ હતા.ફિલ્મને નાણાકીય સફળતા મળી ન હતી, પણ બચ્ચનને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રિય ફિલ્મ પારિતોષિક મળ્યો હતો…..અમિતાભ અત્યારે બોલિવુડનું જાણીતું નામ છે જેને દરેક લોકો ઓળખે છે, પરંતુ તેમના જીવનમાં પણ ઘણા ઉતારચઠાવ આવ્યા….શરૂઆતમાં તેમની ફિલ્મ ન ચાલી અને તેમની ભરપુર ટીકાઓ થઇ…..પરંતું પછી તેમનો સિક્કો ચાલવા લાગ્યો……કેટલીક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ પણ તેમના જીવનમાં એવા પડાવ પણ આવ્યા કે તેમને પોતાના બંગલાનો અમુકભાગ ગીરવી રાખવો પડ્યો …..ત્યારબાદ નાના પર્દાએ અમિતાભને જીવનદાન આપ્યું એ હતું કોન બનેગા કરોડ પતિ આ શોથી અમિતાભની બીજી ઇનીગની શરૂઆત થઇ અને પછી તેમની બેક ટુ બેક હિન્દી ફિલ્મો પણ આવી…….તેમની લાઇફમાં એક મોટો અક્સમાત કૂલીના સેટ પર થયો હતો…તેમને ઘણી ઇજાઓ પણ પહોચી હતી…..તેમને રાજકારણમાં પણ પોતાનો સિક્કો આજમાયો હતો પરંતું આખરે તેમણે રાજીનામુ આપી દીધુ હતું….અમિતાભની ફિલ્મો અને પારિતોષિક જો ગણવા બેસીયે તો દિવસ આખો ઓછો પડી જાય એટલુ કામ એમને કર્યું છે અને હજી પણ આ ઉમરે પણ તેઓ એટલીજ ઉત્સાહ અને એનર્જીથી કામ કરે છે….