તાપીમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. જેમાં ઉકાઈ ડેમની જળસપાટી 345 ફૂટે પહોંચી છે. તથા ઉકાઈ ડેમમાં સારી એવી પાણીની આવક થઇ છે. ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ હોવા છતાં હથનુર ડેમમાંથી પાણીની આવક ચાલુ રહેતાં આજે ઉકાઈ ડેમ 345 ફૂટ લઈ જવાની સાથે જ ડેમ સો ટકા ભરાઈ ગયો હતો. આ વર્ષે જૂન મહિનામાં મેઘરાજા શાંત રહ્યા બાદ જુલાઈથી સપ્ટેમ્બર સુધી દેમાર વરસાદના કારણે સતાધીશોએ સતત પાણી છોડવાનું વધારી ઓછું કરીને સપાટી અને લેવલ જાળવી રાખ્યા હતા અને શહેરીજનોને પૂરથી બચાવ્યા હતા.
2006માં જ્યારે વિનાશક પૂર આવ્યું હતું ત્યારે સત્તાધીશો ઉકાઈ ડેમની સપાટી 346 સુધી લઈ ગયા હતા ત્યારબાદ 13 વર્ષ સુધી સપાટી 345 ફૂટે પહોંચી ન હતી. આગામી વર્ષ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ઉકાઈ ડેમનું પાણી આશીર્વાદ રૂપ નીવડશે. વરસાદ બંધ થતા હાલમાં ડેમની સપાટી જાળવી રખાશે. હાઇડ્રો પાવર સ્ટેશન અને નહેરમાંથી 16561 ક્યુસેક પાણી છોડવામાં આવે છે.