છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક બોડેલી વડોદરા હાઇવે પર બામરોલીના પાટીયા પાસે ત્રણ દિવસ થી ઉભેલી બ્રેકડાઉન ટ્રક પાછળ કાર તેમજ બાઇક અથડાતાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે ટ્રક પાછળ કાર અથડાતા કારમાં સવાર પરીવારને ઇજા થઇ હતી. બોડેલીના અમનપાર્ક સોસાયટીમાં રહેતા સહેજબભાઈ ખત્રી તેમના પરીવાર સાથે કાકાના દીકરાની દુકાન નું ઓપનિંગ હોવાથી પોતાના પરિવાર સાથે કાર લઈ ભરુચ ગયા હતા. ત્યાંથી પરત ફરતા હતા, ત્યારે રાત્રીના સાડા આઠ વાગ્યા ના અરસામાં બોડેલી નજીક બામરોલી ગામના પાટિયા પાસે ત્રણ દિવસ થી ઉભેલી બ્રેક ડાઉન ટ્રક કાર ભટકાઇ હતી. ટ્રકમાં રેડીયમના પટ્ટા કે નિશાન કે કોઈ આડસના દેખાતા તેમજ વરસાદી વાતાવરણ હોય કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ કારમાં સહજબ ખત્રી ના પરીવારને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે બોડેલી ખાતે ખસેડાયા હતા. જોકે વરસાદી વાતાવરણના કારણે કારની ગતિ ઓછી હોવાથી કારમાં સવાર પરીવારનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ રાત્રીના એક વાગ્યાના અરસામાં મહેસાણા ના કામલી ગામે રહેતો અને હાલ બોડેલી ની વી,પી કુરિયર માં કામ કરતો રાહુલ ભારત કુમાર જોષી બાઇક લઈ બોડેલી તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન બ્રેક ડાઉન ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બાઇક સવારે હેલ્મેટ પહેરી હોવા છતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા બાઇક સવાર રાહુલનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -