પોરબંદર બાયપાસ રોડ પર ગડુંને જોડતો બાયપાસ બની રહ્યો છે. રોડના કામને કારણે ખેડૂતો અને રોડના કોન્ટ્રાક્ટરો વચ્ચે બબાલ થઇ હતી. ખેડૂતોએ કોન્ટ્રાક્ટરના વાહનો રસ્તા પર રોક્યા હતા.પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રસ્યો સર્જાયા હતા. ખેડૂતોના રોષને જોઈ પોલીસે મામલો થાળે પાડવાની કોશીશ કરી હતી.ઉલેખનીય છે કે આ બબાલ રોડના કામને કારણે ખેતરોમાં પાણી ઘુસ્યાનો આક્ષેપ કરવાના મામલે થઇ હતી.સ્થાનિક ખેડૂતોએ કોન્ટ્રાક્ટરના વાહનો રસ્તા પર રોક્યા હતા અને હલ્લાબોલ શ્તું કર્યું હતું. જોકે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ખેડૂતોને અને કોન્ટ્રકટરના વ્હાનોને રોડ વચ્વ થઈ હટાવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર બબાલના લીધે ભારે ટ્રાફિક સર્જાયો હતો.