સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓ જનતા ઉપર હુમલો કરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બન્યા છે. જોકે, જામનગરમાં પોલીસ કર્મચારી ઉપર છરી વડે હુમલો થયાની ઘટના બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. છરીના હુમલાથી ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજી સુધી કોઇ ફરિયાદ થઇ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં સિદ્ધરાજસિંહ જાડેજા ફરજ બજાવે છે. આજે શનિવારે સિદ્ધરાજસિંહ જાડેજા ઉપર એક વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરીને વ્યક્તિ ફરાજ થઇ ગયો હતો. છરીના હુમલાથી સિદ્ધરાજસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સિદ્ધરાજસિંહ જાડેજા ઉપર તેના સસરાએ જ હુમલો કર્યો હતો. પારિવારીક માથાકુટમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક માનવું છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. જોકે, પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પોલીસ કર્મચારી ઉપર જ ખૂની હુમલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -