જૂનાગઢ રાજકોટ હાઇવે પરના વડાલ ગામે કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મુક્યું હતું. 160 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં તમામ પ્રકારના કેન્સરની નિ:શુલ્ક સારવાર મળશે. ચાર જિલ્લાના કેન્સરની દર્દીઓ તેનો લાભ લઇ શકશે. આ તકે મહંત શેરનાથ બાપુ, મેયર ધીરૂભાઇ ગોહેલ, મંત્રી જવાહર ચાવડા, જયેશ રાદડીયા, અંજલીબેન રૂપાણી, હોસ્પિટલના ડોકટર રાજેશ કોરાટ, રંજનબેન કોરાટ તેમજ ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખાલી ખિસ્સે આવોને સારવારનો લાભ મળે તેવી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. વડાલની કેન્સર હોસ્પિટલમાં ભારતનું છઠ્ઠું અત્યાધુનિક રેડીયોથેરાપી મશીન છે. જે રેડીયોથેરાપી સારવાર (શેક) લેવામાં અન્ય હોસ્પિટલમાં 20 મિનીટ થાય છે તે સારવાર વડાલની હોસ્પિટલમાં માત્ર 20 સેકન્ડમાં થશે અને એ પણ પીડા ન થાય એ રીતે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -