પોરબંદરમાં છેલ્લા અનેક સમયથી જમીનની લાઇનોમાં ભંગાણના સમાચારો આવતાં રહે છે. ત્યારે હવે પોરબંદરના ફોદાળા ડેમની લાઇનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવી હતી. રાણાવાવ અને પોરબંદરને જોડતી લાઇનમાં ભંગાણ પડતાં રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. મહત્વનું છે કે રાણાવાવ અને પોરબંદરને આ લાઇનથી પાણી મળે છે. ત્યારે લાઇનમાં ભંગાણ સર્જાવાથી લાખો લીટર પાણીનો વ્યય થયો હતો.ઉલેખનીય છે કે રાણાવાવ નજીક આવેલ ખંભાળા-ફોદાળા ડેમ પોરબંદરને પીવાનું પાણી પુરૂ પાડે છે. આ ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડવા માટે પાણીની પાઇપ લાઇન બીછાવવામા આવી છે. તંત્રની બેદરકારીના કારણે અગાઉ પણ પાઇપ લાઇનમાં ભંગાણ થયુ હોવાને કારણે પાણીનો વેડફાડ થયો હતો. રાણાવાવ શહેરમાં વધુ એક વખત પાણીના વાલમાં ભંગાણ થતા 40 લાખ લીટર પીવાનું પાણી વેડફાઇ ગયુ હતુ. માર્ગો પર પાણી વહેતા થતા વાહન ચાલકોને પસાર થવુ પણ મુશ્કેલ બની ગયુ હતુ. જેથી જવાબદાર તંત્ર દ્રારા વારંવાર પાણીની પાઇપ લાઇનોમાં ભંગાણ થતુ હોવાને કારણે યોગ્ય કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.