હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસો બાદ દિવાળીનો પર્વ આવશે. ત્યારે આ તહેવારોની સિઝનમાં લોકો હજારો કિલોની મીઠાઈઓ, ફરસાણ આરોગતા હોય છે. તેવામાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેવા હેતુથી અનેક જગ્યાઓ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરીને ફૂડ સેમ્પલ લીધા. ત્યારે તહેવારોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી પોરબંદર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. દશેરા પૂર્વે શહેરની મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડી તવાઈ બોલાવી. શહેરમાં આવેલા અનેક માર્કેટોમાં આવેલી મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ લાગતી મીઠાઈ, ફાફડા, જલેબી અને રો મટીરીયલ સહિત 17 નમૂના લીધા હતા. વેપારીઓને નોટિસ પણ ફટકારી. તો આ તરફ વડોદરામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.