શિલ્પા શેટ્ટી બોલિવુડનાં તે સ્ટાર્સમાંથી એક છે જે દરેક તહેવાર ધામધૂમથી અને મનથી ઉજવે છે તે પછી ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રી. દુર્ગાષ્ટમીના દિવસે શિલ્પાએ પોતાના ઘરે કન્યા ભોજન એટલે કે કુંવારિકાઓને પોતાના હાથે ભોજન કરાવ્યું હતું. જેની તસવીરો એક્ટ્ર્સે સોશિયલ મીડિયા પર શેર કરી છે. શિલ્પાએ જે તસવીર શેર કરી છે તેમાં તે નાની-નાની બાળકીઓને પૂરી પીરસતી જોવા મળી. જ્યારે બીજી તસવીરમાં પતિ રાજ કુંદ્રા સાથે આઠમનો હવન કરતી જોવા મળી રહી છે. આ પ્રસંગે એક્ટ્રેસે પર્પલ અને પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.
તસવીરોમાં અને વિડિઓમાં શિલ્પાનો દીકરો વિવાન પણ જોવા મળી રહ્યો છે.તસવીર શેર કરીને શિલ્પા શેટ્ટીએ બધાને દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી શિલ્પાએ થોડા દિવસ પહેલા ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.