અમીરગઢ તાલુકાના આવલ ગામમાં દરવર્ષેની જેમ આ વર્ષે પણ ડાભી દરબારો દ્વારા પરંપરા રીતે ચાલી આવતી રીત રિવાજ મુજબ નવરાત્રીના નવ દિવસ માઁ શક્તિ દેવી કુલદેવી શ્રી ચામુંડા માતાની ચાચર ચોકમા સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. દશેરાના શુભ દિવસે ગામમાં શોભા યાત્રા યોજીને ડાભી દરબારોની કુલદેવી શ્રી ચામુંડામાતાજીનો પૌરાણિક સ્થાને માતાજીનો ગરબો અને નેજુ ચડાવવામાં આવ્યું હતું. અને શાસ્ત્રોલોક વિધિ દ્રારા સમસ્ત ડાભી દરબારો સમૂહમાં દેવીના સ્થાને શસ્ત્ર પૂજન કર્યા હતા. અને આ પ્રસંગ નિમિતે યુવાનો તેમના રજપુત પોશાકમાં સજ્જ થઈને શૂરવીરતા તથા કરતબો કરી લોકોને દંગ કરતા જોવા મળ્યા હતા. એમ પણ વિજયાદસમીનું અનોખું મહત્વ છે. જેનું હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ છે. મા શક્તિનો મહિશાસુર પર વિજય તથા ભગવાન શ્રી રામનો લંકાપતિ રાવણ પર વિજય એમ બે પૌરાણિક પ્રસંગો આ તહેવાર સાથે જોડાયેલા છે. ગુજરાતમાં અને ભારતમાં નવરાત્રીના નવ દિવસ પછી દશેરા ઉજવાય છે, જેમાં રાત્રે રાવણ દહન કરવામાં આવે છે. દશેરાના દિવસે ફાફડા–જલેબી ખાવાનુ પણ એક નવું ચલણ શરુ થયું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -