નવરાત્રીની ભારતભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે નવ દિવસ ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબાની રમઝટ બોલાવેછે ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રનુ કેશોદ તાલુકાનુ કદાચ એકમાત્ર એવુ ગામ હશે જ્યાં રાજાશાહી વખતથી નવરાત્રી ઉજવણી થતી નથી ગ્રામદેવતાઓના મંદિરે અખંડ જ્યોત જલાવી નવ દિવસ જાગરણ કરવામા આવે છે રાસ ગરબા રમવામાં આવતા નથી એટલે કે નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી નથી ત્યારે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ નવરાત્રીનો આનંદ માણી શકે તેવા હેતુથી નાની ઘંસારી પ્રાથમિક શાળામાં રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ રાસ ગરબાનો આનંદ માણ્યો હતો દિવસના રાસ ગરબાનુ આયોજન કરી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -