ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 22 હજાર 254 મતોના જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.
બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.