પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. પેટલાદ બેઠક પરથી ટિકિટ ના મળતા કોંગ્રેસ છોડી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. નિરંજન પટેલે પોતાના માટે અને પોતાના પુત્ર માટે ટિકિટ માગી હતી. જે માંગણી પુરી ન થતા તેમણે હાથનો સાથ છોડી દીધી છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના અનેક કાર્યકરોમાં નારાજગી સામે આવી રહી છે.
આણંદની પેટલાદ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસે નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી યુવા કાર્યકર ડો.પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નારાજ નિરંજનભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે.કોંગ્રેસે આખરી દિવસ સુધી રાહ જોવડાવી બહુજ બુધ્ધિપૂર્વક નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી છે.વર્ષ 1990 થી 2017 સુધી સાત વિધાનસભા ચૂંટણીમાં દરમ્યાન 2002 ને બાદ કરતાં નિરંજનભાઈ પટેલ પેટલાદ વિધાનસભા ક્ષેત્રનું નેતૃત્વ કરતા આવ્યા હતા.હાલ તેઓ 74 વર્ષે પણ પેટલાદ વિધાનસભાક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર બનાવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.
કોગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોગ્રેસે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. પેટલાદ, બાયડ, ધંધુકા, બેચરાજી, દાહોદ બેઠક પર કોગ્રેસના સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. બાયડ બેઠક પર કોગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલનુ પત્તુ કાપવામાં આવ્યું છે. બેચરાજી બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોર. ધંધુકાથી રાજેશ ગોહિલની પણ ટિકિટ કાપવામાં આવી હતી. પેટલાદથી કોગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે.