આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ફોર્મ ભરતા પહેલા જંગી રેલી કાઢીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સાથે જ રેલી દ્વારા તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ચૈતર વસાવા એક સમયે છોટુ વસાવાના દિકરા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાના અંગત ગણાતા હતા. AAP-BTPનું ગઠબંધન તૂટ્યા બાદ ચૈતર વસાવાએ BTP છોડી AAPને જોઈન કરી લીધી હતી.
સામાન્ય રીતે એવુ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું સગું હોતું નથી. સત્તા માટે લોકો કોઈપણ સંબંધને વટાવી લેવા તૈયાર હોય છે. એમાં પણ પોલિટિકલ પાવરની વાત હોય તો લોકો કોઈ પણ સંબધને ધ્યાને લેતા નથી. AAP એ ડેડિયાપાડાથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ચૈતર વસાવા એક સમયે છોટુ વસાવાના દિકરા મહેશ વસાવાના ખાસ સાથીદાર હતા. AAP-BTPનું જોડાણ તૂટી ગયા બાદ ચૈતર વસાવાએ BTP ને રામ રામ કહી AAP જોઈન કરી લીધી હતી.
ગઈકાલે નર્મદા જિલ્લાની બે બેઠકો માટે 15 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં નાંદોદ બેઠક માટે સૌથી વધુ 10 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે ડેડીયાપાડા બેઠકની વાત કરીએ તો અહીં 6 ફોર્મ ભરાયા છે. જેમાં ડમી ઉમેદવાર ના ફોર્મ પણ સામેલ છે. ચૈતર વસાવાએ પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લા દિવસે જંગી રેલી કાઢીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભર્યું હતું. સાથે જ રેલી દ્વારા તેમણે શક્તિપ્રદર્શન કર્યું. હાજરોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા.