એક તરફ ગુજરાત સરકાર “ભણશે ગુજરાત ” ના નારા લગાવી રહી છે ત્યારે રાજપીપળાની એક પ્રાથમિક શાળાનો બાળકો પાસે જોખમી કાર્યો કરાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજપીપળાની મધ્યમાં આવેલી ઝાંસીકી રાણી લક્ષ્મી બાઈ પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે ઝાડી ઝાંખરામાં આવેલ હેવી બોરિંગની મોટર ચાલુ કરી જોખમી કુદકા મારી ટાંકી ઉપર ચઢી પાણી ભરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબત મીડિયાના ધ્યાને આવતા શાળાના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બાળકો પાસે આવા કામ કરાવતા હોવાનું કારણ ધરતા જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની એક અલગ કમિટી બનાવવામાં આવે છે. જેમાં બાળકો પોતાની જાતે નેતૃત્વ કરી પોતાની જવાબદારી સંભાળતા શીખે માટે આવી પ્રવુતિ બાળકો માટે જરૂરી હોય છે. અહીં સવાલ એ છે કે શું બાળકોને આવા જોખમી કામો આપી શકાય અને જો ક્યારેક કોઈ અણબનાવ બને અને અકસ્માત સર્જાય કે ભગવાન ન કરે ને કરંટ લાગવાથી કે ટાંકી ઉપરથી પડી જવાથી કોક બાળકને ઇજા થાય તો તે માટે જવાબદાર કોણ? એક તરફ સરકારી શાળાઓ અને શિક્ષણ બંનેની કથળેલી સ્થિતિ સુધરતી નથી અને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શું આવી રીતે ભણશે ગુજરાત???
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -