તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો માટે કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા બાદ દેશભરમાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે નવજીવન બી એડ કોલેજ દ્વારા ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલીની વિશેષતા એ હતી કે કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો હેલ્મેટ પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને લોકોને હેલ્મેટના મહત્વ વિષે સમજણ આપી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને ટ્રાફિકના નવા નિયમો લોકોના હિત માટે હોવાનો સંદેશો પાઠવ્યો હતો. હેલ્મેટ વિના દર વર્ષે કેટલાક લોકો મોતને ભેટતા હોય છે તે અંગે કોલેજના પ્રાધ્યાપકે વધુ વિગતો આપી હતી. નવજીવન બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓની ટ્રાફિકના નિયમ અંગેની આ જાગૃતતા ખૂબ જ સરાહનિય છે અને આજે વિધ્યાર્થીઓએ પણ દ્રી ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -