ભારે વરસાદના પગલે ઘેડ પંથક જળબંબાકાર બન્યુ છે ત્યારે ઘેડમા વોકળાઓ ભરપુર પાણીથી વહી રહ્યા હોય ત્યારે સરમા ઘેડ ગામે પાણીમા ન્હાતા યુવક લાપતા બન્યો હતો. યુવક દ્રવીડ ઉર્ફે દેવાભાઇ વેજાભાઇ બારિયા ઉમર વર્ષ આશરે 20 જે સાત બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઇ હતો જે સરમા ઘેડ ગામનો યુવક તેમના મિત્ર સાથે વોકળા કાઠે પાણી જોવા ગયેલ હોય ત્યારે યુવકનો પગ લપસી જતા યુવાન પાણીમા ગરકાવ થયો હતો. ગામ લોકોને જાણ થતા ગામ લોકોના ટોળે ટોળા રોડ પરના વોકળા કાઠે ઉમટી પડ્યા હતા પરંતુ સમય વિતિજવા છતા યુવાન ન દેખાતા ગામના તરવૈયાઓ દ્વારા યુવકની શોધ ખોળ કરવામા આવી હતી. જોકે ભારે જહેમત બાદ યુવાન ન મળતા પરિવાર મુસ્કેલિમા મુકાયો હતો. જુનાગઢ ફાયર વિભાગ અને NDRFને પણ ઘટનાની જાણ થતા જ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની શોધ ખોળ બાદ યુવકની પાણીમાં ગરકાવ લાશ મળતા યુવકને માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો અને યુવકના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -